વલસાડ: વલસાડમાં એક યુવક પર બે અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. 37 વર્ષીય રાહુલ પરશુરામ પાટીલ નામના યુવક પર ઓરંગા નદીના કિનારે આહિર વાસ પાસે હુમલો થયો હતો. મોઢું બાંધીને આવેલા બે અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. એક હુમલાખોરે સફેદ શર્ટ અને ચોકલેટી રંગનું પેન્ટ પહેર્યું હતું. બીજા શખ્સે સફેદ ટી-શર્ટ અને આસમાની રંગનું જીન્સ પહેર્યું હતું.ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ લૂંટ, જૂની અદાવત અથવા કોઈ ઝગડાને કારણે હુમલો થયો હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં વલસાડ SP કરનરાજ વાઘેલા, DySP સહિત LCB અને સીટી PI દિનેશ પરમાર સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. વલસાડ સીટી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.પીડિત યુવક ભુસાવલથી નોકરીની શોધમાં વલસાડ આવ્યો હતો. તે વલસાડના ગુંદલાવ વિસ્તારમાં નોકરી શોધી રહ્યો હતો.
Decision News નેમળેલી માહિતી મુજબ સ્મશાનભૂમિ નજીક ચા પીધા પછીના સમય આ હુમલો થયો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે.વલસાડ જિલ્લા પોલીસે ઘટના સ્થળની આજુબાજુના CCTV કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઘટનાક્રમ ઓળખવાનું કામ હાથ ધર્યું છે. હાલ વલસાડ સીટી પોલીસે યુવકના નિવેદનના આધારે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

