ઝઘડિયા :ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઘણા જર્જરિત બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યાછે.ત્યારે ઝઘડિયા તાલુકાના પડવાણીયા થી પીપરીપાન ગામમાં જવાના માર્ગ પર આવેલું નાળું જે ખુબ જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રને કોઈ પડી નથી.
7 થી 8 વર્ષો પહેલાં આ જ નાળા ના લીધે પડવાણીયા ગામના શંકરભાઈ દેવાભાઈ નામના ટ્રેકટર ચાલક ટ્રેકટર સાથે વહેતાં પાણીમાં તણાઈ ગયો હતો અને જેના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું. અંદાજે 2018 ના વર્ષમાં આ ઘટના બની હતી. પડવાણીયા થી પીપરીપાન ગામમાં જતા આ નાળું આવે છે અને આજ રસ્તા ઉપર ગુલાબ સીંગ ભાઈ વસાવા ના ખેતરની લગોલગ આવેલ એક બીજું નાળું પણ જર્જરીત હાલતમાં છે તેમજ પીપરીપાન થી રામપોર જવાનો રસ્તાની ખસતા હાલત માં છે અને માર્ગ એક દમ તુટી ગયો છે. જે પાછલા 2018 ના વર્ષમાં બનાવેલ હતો ત્યારથી લઈને આજદિન સુધી કોઈપણ જાતનું વર્ષે રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી.
શું તંત્ર કોઈ દુર્ઘટના ઘટે એની રાહ જોઈ રાહી છે?? કે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે પછી જ કામ ચાલુ કરીશુ.જલ્દી તંત્ર જાગે અને કોઈ જાનિહાની થયા પહેલા આ જર્જરિત નાળાઓ રિપેર થાય તો સારું..

