નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામમાં ગેસ લાઇન લીકેજની સમસ્યા ગંભીર બની છે. અંચેલી-મોહનપુર વિસ્તારમાં વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ નવી વીજલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જમીનમાં નાંખેલી ગેસ પાઇપ લાઈનમાં લીકેજ થયું હોવાની આશંકા છે.

Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ ગેસ પાઇપ લાઈનમાં પડેલા લીકેજમાં પાણી ભરાવાના કારણે ગેસ પુરવઠો પ્રભાવિત થયો છે. આના કારણે વિસ્તારના 100થી વધુ ઘરોમાં છેલ્લા 12 દિવસથી ગેસના ચૂલા બંધ છે. ગેસ કંપનીના કર્મચારીઓ રોજ લાઈનની મરામત માટે આવે છે, પરંતુ હજુ સુધી ફોલ્ટ શોધી શક્યા નથી.

આ સમસ્યાના કારણે વિસ્તારની મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ લાઇન બંધ હોવાથી તેઓ રસોઈ બનાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશોએ સમસ્યાના ઝડપી નિરાકરણની માંગ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here