નવસારી: ધરમપુર થી વાંસદા વાયા કણધા રૂટ પર ધરમપુરથી 12.30 કલાકે વાંસદા આવવા માટે ઉપડતી બસ વાંસદા 2 વાગ્યાની આસપાસ પહોંચે છે. આ બસ ધરમપુરથી ઉપડી વાયા ખાનપુર થઈ સતીમાળ, કામળઝરી, ચૌંઢા, મોળાઆંબા, કણધા, ખાટા આંબા, બોરિયાછ, વાંસિયા તળાવ થઈ બપોરે 2.30 કલાકની આસપાસ વાંસદા પહોંચે છે.
Decision News ને મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામોના અનેક લોકો તાલુકા મથકે આવવા આ બસનો ઉપયોગ કરતા હોય છે. આ બસમાં જનારા લોકો માટે રિટર્ન બસની આ રૂટ પર કોઈ સુવિધા ન હોવાના કારણે કામ અર્થે વાંસદા તાલુકા મથકે પહોંચેલા લોકો પોતાના ઘરે પરત પહોચવા મુશ્કેલી અનુભવે છે.અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના મુસાફરો અટવાય છે. આવા સંજોગોમાં સાંજે 5થી 6 વાગ્યાની આસપાસ આ રૂટ પર વાંસદાથી ધરમપુર બસ શરૂ કરવામાં આવે તો લોકોની સમસ્યાનો અંત આવી શકે છે.
આ બસ જૂન-2024થી શરૂ કરાઇ છે ત્યારથી તાલુકા મથકે પહોંચેલા લોકો માટે રિટર્ન સુવિધા ઉપલબ્ધ થઈ શકી નથી. આ બાબતે કેટલાક સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા વિભાગીય નિયામકની કચેરી અબ્રામા વલસાડમાં લેખિત રજૂઆત પણ કરાઇ છે.રિટર્ન બસની સુવિધા હજુ સુધી મળી નથી વાંસદા-ધરમપુર બસનો આ રૂટ જૂન 2024થી શરૂ કરાયો હતો. આ રૂટની બસમાં મુસાફરી કરતા લોકો રિટર્ન ઘરે પહોંચવાની સુવિધા ન હોવાના કારણે રખડી પડે છે.આ બાબતની જાણ સાથે અમોએ વિભાગીય કચેરી અબ્રામા વલસાડ અને મેનેજર એસટી ડેપો ધરમપુરને 13 સપ્ટેમ્બર 2024ના રોજ લેખિત જાણ કરી હતી અને રિટર્ન બસની સુવિધાની માંગ કરી હતી પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાતા મુસાફરો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે.

