ભરૂચ: ભરૂચ શહેરમાં આવેલી નારાયણ અરેના અપાર્ટમેન્ટમાં વીજ વિભાગના કર્મી સ્માર્ટ મીટર મુકવા જતા સ્થાનિક રહીશોએ વિરોધનો વંટોળ જોવા મળ્યું હતું. ભરૂચ જિલ્લા વીજ વિભાગની ટીમ શહેરી વિસ્તારમાં હાલ જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી કરી રહી છે. જોકે અત્યાર સુધીમાં ભરૂચ શહેરમાં અંદાજે 15 હજાર જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.

Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ ગત રોજ વીજ વિભાગના કર્મચારી સ્માર્ટ મીટર મૂકવાની કામગીરીને લઈને ભરૂચના શહેરી વિસ્તારમાં આવેલી નારાયણ અરેના અપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા. ત્યાંના સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટર નહીં મૂકવા દેવા માટે જણાવતા વિવાદ સર્જાયો હતો. સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરતાં જણાવ્યુ હતું કે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી. સ્માર્ટ બનાવવું હોય તો શાળાઓ અને સસ્તાઓ સ્માર્ટ બનાવો તેવું જણાવ્યું હતું.ત્યાર બાદ વીજ વિભાગના કર્મચારીઓ સ્માર્ટ મીટર મૂક્યા વગર પરત ફર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકો સ્માર્ટ મીટર મૂકવી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો સ્માર્ટ મીટર મૂકવવા પર વાંધો ઉઠાવી રહ્યા છે. તેમ છતાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેરમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. મહિનામાં પાંચથી છ વખત સ્માર્ટ મીટર માટે વીજ વિભાગ આવ્યું વીજ વિભાગ માંથી સ્માર્ટ મીટર મુકવા માટે આવ્યા છે મહિનામા પાચ થી છ વખત આવ્યા છે.અગાઉ પણ પોલીસને લઈને પણ આવ્યા હતા. અમારે સ્માર્ટ મીટર જોઈતું નથી અમારી સોસાયટી ફક્ત સાત વર્ષ જ જૂની છે. અમારે સ્માર્ટ મીટરનો સખત વિરોધ છે. જેથી સ્માર્ટ મીટર લગાવવા અમારી સોસાયટીમાં આવવું નહીં. જેથી અહિયાં સ્માર્ટ મીટર લગાવવા માટે આવવું નહીં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here