માંગરોળ: ગતરોજ સુરતના માંગરોળ તાલુકાના બોરીયા ગામના જાગૃત નાગરિક યુવા નાગરિક ચૌધરી અનુરાગભાઇ ગણપતભાઇ દ્રારા માંગરોળના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિતમાં રૂબરૂ મળીને રજૂઆતો કરવામાં આવી હતી.
આ લેખિત રજૂઆતમાં અનુરાગભાઇ અધિકારીને જણાવ્યું હતું કે માંગરોળ તાલુકાના બોરીયા ગામની સીમમાંથી એક ભયજનક વળાંક આવેલ છે જે જગ્યાએ ભૂતકાળમાં નાનાં મોટાં ધણા અકસ્માતો સર્જાય ચુક્યા છે જેના અહેવાલો સમાચારપત્રોમાં છપાઇ ચુક્યા છે, જેમાં અનુરાગ ભાઇએ વધુમાં જણાવ્યું હતું કે ગામની નજીકના જ ભણભા દેવથાનક ટુરિઝમ બન્યા પછી આ રોડ પર પ્રવાસીની સંખ્યા પણ વધી છે,
સાથે સાથે અકસ્માતોની સંખ્યા પણ જેથી કરીને એમણે અધિકારીને જણાવ્યું હતું કે આ વળાંકમાં રેલીંગ લગાવવામાં આવે, રાત્રીના સમયે ઝબકતી રિફલેકટર લાઇટ લગાવામાં આવે તથા વળાંક ની પહેલાં અને પછી ભયજનક વળાંકનું બોર્ડ લગાવવામાં આવે એવી વિવિધ પ્રકારની માંગણીઓ સાથે રુબરુ મળીને રજૂઆત કરી છે.

