વલસાડ: વલસાડ હાઇવે પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. દાદરા નગર હવેલીના સેલવાસથી પોરબંદર તરફ જતા ઇથોઇલ ભરેલા ટેન્કર (GJ-21-Z-9550)માં અચાનક લીકેજ થયું હતું. પારડી નજીક હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોએ ટેન્કરમાંથી રાસાયણિક પ્રવાહી વહેતું જોયું હતું.

Decision News ને મળેલ માહિતી મુજબ વાહનચાલકોએ તરત જ ટેન્કર ચાલકને સાવધાન કર્યો હતો. ટેન્કરને નજીકની સુરક્ષિત જગ્યાએ ઊભું રખાયું હતુ અને પારડી ફાયર બ્રિગેડ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ટેન્કર ચાલકે સમજદારીપૂર્વક વાહનને પારડીના ચંદ્રપુર બ્રિજ નીચે લઈ જઈને નિયંત્રણમાં લીધું હતું.

સ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. આગ લાગવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને એલર્ટ કરી દેવાયું હતું. બાદમાં અન્ય ટેન્કર મંગાવીને ઇથોઇલને ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. પારડી પોલીસ ટેન્કરમાં લીકેજ થવાના કારણોની તપાસ કરી રહી છે. ચાલકનું નિવેદન નોંધવામાં આવ્યું છે. વાહનચાલકોની સતર્કતા અને તંત્રની ઝડપી કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટાળી શકાઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here