નવસારી: નવસારી તાલુકાના ખેરગામમાં વન્યજીવોની હલચલ વધી છે. ખેરગામના મુસ્લિમ ફળિયામાં એક કદાવર દીપડો પાંજરામાં પકડાયો છે. આ દીપડાની ઉંમર આશરે ત્રણ વર્ષની હોવાનું અનુમાન છે.
છેલ્લા કેટલાક સમયથી ખેરગામના વિવિધ વિસ્તારોમાં દીપડાના આટાફેરા વધ્યા હતા. Decision News ને મળેલ માહિતી મુજબ સ્થાનિક રહેવાસીઓએ આ અંગે સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની ફરિયાદને ધ્યાને લઈને વન વિભાગે વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું.
શિકારની શોધમાં નીકળેલો દીપડો પાંજરામાં પકડાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક પહોંચી જઈ દીપડાનો કબજો લીધો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ આ જ ગામમાંથી એક દીપડો પકડાયો હતો. આમ, માત્ર બે દિવસમાં બે દીપડા પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

