નવસારી: આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમ સાથે સંકળાયેલી આદિજાતી વિભાગના પ્રાયોજના વહીવટી પેટાવિભાગમા સમાવિષ્ટ લગભગ 74 જેટલી આદર્શ નિવાસી શાળાઓમા આ વખતે લાંબી એડમિશન પ્રક્રિયાના લીધે ધોરણ 9 ના અનેક વિદ્યાર્થીઓનો શાળાઓમાં પ્રવેશ આજથી શરૂ થયો છે.જે અન્ય રેગ્યુલર શાળાઓ જેનો અભ્યાસક્રમ 9 જૂન 2025 થી શરૂ થઇ ચૂકેલ હતો તેની સરખામણીમાં 1.5 મહિના મોડો છે, એના લીધે ધોરણ 9 ના ગરીબ બાળકોના અભ્યાસક્રમ પર ખરાબ પડશે.

આ બાબતે નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ સમસ્યાના નિરાકરણ માટે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે શિક્ષકોએ ઝડપભેર ઉડાવવો પડશે અથવા ઓવરટાઈમ કરવો પડશે. શિક્ષકોને પણ ભારણ વધશે અને વિદ્યાર્થીઓ માટે પણ ટૂંકા સમયમાં વધારે કોર્સ પૂરો કરવાનું ભારણ વધશે જેના લીધે અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં અભ્યાસક્રમ નબળો પડશે.આમપણ આદર્શ નિવાસી શાળાઓમાં મજૂરવર્ગ, શ્રમિકવર્ગના વાલીઓના બાળકો જ મોટેભાગે ભણવા માટે આવતા હોય છે.

આ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ નહીં બગડે અને સમયસર કોર્સ પૂર્ણ થાય એ માટેની યોગ્ય કવાયત ધરવા અને આવતા વર્ષે એડમિશનની આ જટિલ પ્રક્રિયા વેકેશનમાં જ પૂર્ણ કરી દેવા તાકીદ કરશો જેથી ગરીબ વાલીઓના બાળકોને શિક્ષણમાં સરળતા રહે અને અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થાય અને કોઈક ગરીબ બાળક આવી આદર્શ નિવાસી શાળાઓમાં ભણીગણીને ડો.બાબાસાહેબ આંબેડકર અથવા ડો.એપીજે અબ્દુલ કલામ સાહેબ બની શકે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here