ડેડીયાપાડા: આજરોજ ધરમપુરમાં તાલુકામાં આદિવાસી એકતા પરિષદ દ્વારા કમલેશ પટેલની આગેવાનીમાં સત્તાના બળે પોલીસ તંત્રના દુરૂપયોગ કરી આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર ધરપકડ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવે એવી માંગને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
DECISION NEWS સાથે વાત કરતા થોડા દિવસો પહેલાં ડેડીયાપાડામાં ATVT યોજના જોગવાઈ હેઠળના આગોતરા આયોજનના ભાગ રૂપે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગેરકાયદેસર રીતે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ આખ સભ્યોને આ કમિટી માં સમાવવા ‘ અમારી સરકાર છે અમે ધારીએ તેમ કરીશું કહી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાથે ગેરવર્તન કરી ઉલટાનું તેમને જ કાવાદાવામાં ફસાવી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરાવી આદિવાસી સમાજના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી છે જેને લઈને આજે અમે ધરમપુર મામલતદારને મધ્ય રાખી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રહ્યા હોવાનું આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલ અને જયેન્દ્ર ગાંવિતે જણાવ્યું હતું.
ચૈતર વસાવા ઉપર ખોટા કેસ કરનાર તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુધ કડકમાં કડકની કાર્યવાહી થાય તેવી આદિવાસી એકતા પરિષદની અને આદિવાસી સમાજ અને અન્ય સમાજની અને ગુજરાતની જનતા ની લાગણી અને માંગણી છે.

