ઝઘડીયા: ઝઘડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખર આદિવાસી નેતા શ્રી છોટુભાઈ વસાવા 81 મા જન્મ દિવસ નિમિત્તે માલજીપરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં છોટુભાઈ વસાવાનો આખો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Decision News ને મળેલ માહિતી મુજબ આ પ્રસંગે ભારતીય ટ્રાયબલ પાર્ટીના પૂર્વ પ્રમુખ ડૉ બેલારામ દ્વારા નવનિયુક્ત પ્રમુખ છોટુભાઈ વસાવાને ભારતીય ટ્રાયબલ પાર્ટીનો ખેસ પહેરાવી ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઘોષણા કરવામાં આવી હતી.
મિડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે લોકોને જાગૃત કરીશું અને પાર્ટીને ફરીથી મજબૂત કરીશું. જે લોકોએ પાર્ટી તોડવાનું કામ કરી અમારો પીછો કરતા હતા હવે અમે પીછો કરીશું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવા, દિલીપભાઈ સી વસાવા, રાજુભાઈ વસાવા તાલુકા પંચાયત સભ્ય વાલીયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

