રાજપીપળા: રાજપીપળા વચ્ચે ભંગાર બસોના કારણે બસ સેવા નિષ્ફળ જાય છે અને ગરીબ વિદ્યાર્થીઓની હાલત કફોડી બને છે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા પણ મજબૂર બને છે અને વારંવાર બસો બગડે છે.ડેડીયાપાડા રાજપીપલા વચ્ચે કેટલાય ગામડાઓના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે વિવિધ રાજપીપળા ખાતે અપ ડાઉન કરે છે અને રાજપીપળા થી બસમાં પરત આવે છે.
Decision News ને મળેલ માહિતી મુજબ રાજપીપળા ડેપોની ભંગાર બસ આ વિસ્તારની જનતાને માથે નાખવામાં આવે છે કે જે નીકળે તો છે ડેપોમાંથી કંડકટર ટિકિટ પણ કાપે છે અને વિદ્યાર્થીઓ પાસ પણ અપડાઉન કરે છ પરંતુ આ બસ છે કે રેગ્યુલર હોતી નથી અને જો રેગ્યુલર નીકળે તો પહોંચતી નથી કેટલી બસો રસ્તામાં જ ખોટકાઈ જાય છે.જેના કારણે આ વિસ્તારના લોકો વિસ્તારના વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે જેમને સવારે જતી વખતે બસ ટાઈમ પર પહોંચાડતી નથી જેના કારણે અભ્યાસ બગડે છે કે નથી સ્કૂલમાંથી છૂટ્યા બાદ ઘરે પણ પહોંચાડતી જેથી નાના નાના બાળકોના વાલીઓના સમસ્યાના કારણે ભણવા માંથી ઉઠાડી પણ મૂકે છે.
કેટલાય વિદ્યાર્થીઓની કારકિર્દી અનિયમિત બસસેવા ના કારણે બગડી રહી છે તો તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સારી બસો મુકાય તેવી લોક માંગ ઊભી થઈ છે અને વિદ્યાર્થીઓ પણ સારી બસો ની માંગ કરી રહ્યા છે.આ તસવીર જ વિદ્યાર્થીઓની હાલત અને ગરીબ લોકોની હાલત જણાવી રહી હોય તેમ લાગી રહ્યું છે તો શું રાજપીપળા એસટી ડેપો સુધરશે અને સારી બસો મુકશે કે પછી કોઈ મોટા આંદોલન થશે ત્યારે મુકશે તે હવે જોવાનું રહ્યું.

