ઉમરગામ: ઉમરગામ તાલુકાના તડગામ ગામ ખાતે કાર્યરત વેસ્ટર્ન રેફ્રિજરેશન કંપની દ્વારા તડગામ માહ્યાવંશી ફળિયા ખાતે 15 લાખના ખર્ચે આંગણવાડીનું મકાન તૈયાર કર્યું હતું. ભૂલકાંને હવા ઉજાસ સાથે યોગ્ય બેઠક સ્થાન અને વિવિધ મનોરંજનનાં અભ્યાસ સાથે મનોરંજન માટે વિવિધ રમતોની વસ્તુ ધ્યાનમાં લઇ કંપની દ્વારા આંગણવાડીનું મકાન તૈયાર કર્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આંગણવાડીને 15મી જુલાઈના રોજ તડગામ વેસ્ટર્ન કંપનીનાં યુનિટનાં ત્રીજી વર્ષગાંઠ અને સ્થાપક ભુપિન્દ્રસિંહ માચરેના જન્મ દિવસના શુભ અવસરે અશોક કૌલ (વાઈસ પ્રેસિડેન્ટ, ઓપરેશન્સ) ના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.

કંપનીમાં રક્તદાન કેમ્પ અને કામદારો માટે વિના મૂલ્યે આરોગ્યની તપાસણી થઇ હતી. આ પ્રસંગે અવિનાશ વડસકર (જનરલ મેનેજર – ઓપરેશન્સ), પ્રશાંત સિંહ (એચઆર એડમિન) તથા કર્મચારીઓ તથા આંગણવાડીના કર્મચારીઓ અને બહેનો ઉપસ્થિત રહી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here