નવસારી: નેશનલ હાઇવે નંબર 48 પર પરથાણ ગામ નજીક ટ્રકનું ટાયર ખાડામાં પડતા કમાન પાટા તૂટીને છૂટા પડી ગયા હતા. જેને પગલે ટ્રક પલટી મારી ગઇ હતી. સર્વિસ રોડ પરના ખાડાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યાં છે.

Decision News ને મળેલી માહિતી મુજબ જલાલપોર તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48ના વેસ્મા ચાર રસ્તા તરફ આવતાં પરથાણ નજીક સર્વિસ રોડ પર પાણી ભરાવાને કારણે પડેલાં મસમોટા ખાડાના કારણે ટ્રકના આગળના ટાયર ખાડામાં પડવાથી ટ્રકના કમાન પાટા તૂટીને છૂટા પડી જતા ટ્રક પલટી મારી ગઇ હતી. સર્વિસ રોડ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે.
નેશનલ હાઇવે ઓથોરિટી મોટા પ્રમાણમાં વાહનચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલાત કરે છે પરંતુ, જ્યારે રસ્તાની વાત આવે છે ત્યારે સદંતર વેઠ ઉતારે છે. જેમાં ખાસ કરીને નેશનલ હાઈવેની બાજુમાં બનેલા સર્વિસ રોડની મરામત સમયસર કરાવતા નથી. મોટાભાગના સર્વિસ રોડ જેમાં ખાસ કરીને નવસારી ગ્રીડ વિસ્તારથી મિંઢોળા પુલ સુધીનો સર્વિસ રોડની હાલત ખરાબ જણાય રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here