વલસાડ: સેલવાસ અને દમણમાં હાલ ફરજિયાત હેલ્મેટ કરાતા પોલીસને મજા પડી ગઇ હોય એવુ લાગી રહ્યુ છે. કારણ કે અડધા કરતા વધુ વાહન ચાલકોના ચલણ કપાતા જ નથી. સેટિંગ સ્વરૂપે અધિકારીઓના ખિસ્સામાં જઇ રહ્યા હોવાની બુમો વાહન ચાલકોમાં વધી રહી છે. જો કે હેલ્મેટ પહેરવુ વાહન ચાલકોની પણ ફરજ છે, પરંતુ વાહન ચાલકો હેલ્મેટ સાથે રાખે છે પહેરવાનું ટાળી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી દાનહ ટ્રાફિક વિભાગ સતર્ક થયુ છે.
Decision news ને મળેલી માહિતી મુજબ રોજ સેંકડો લોકોને ટ્રાફિક વિભાગ તેમા કામચલાવ ઇન્ચાર્જ બનાવેલા એએસઆઇ તેમજ કોસ્ટેબલોને જાણે મજા પડી ગઈ હોય એવી સ્થિતિ છે. અડધા કરતા વધુ લોકોના ચલણ કપાતા નથી જે સેટિંગ રૂપે આવા અધિકારી તેમજ બીજા અન્યના ખીસ્સામાં જાય છે. જેનો સીધો ફાયદો કામચલાવ ઇન્ચાર્જ અધિકારીઓને મળે છે. દાનહ, દમણમા વિજિલન્સ અધિકારી નિમાય તો છે પણ વર્ષના અંતે જોઈએ તો કેસોની સંખ્યા ખુબ જ ઓછી હોય છે.
ક્યારેક આ વિભાગ સરપ્રાઈઝ ચેકીંગ કરે તો કોણ કેટલુ કમાય છે અને સરકારના ખજાનો કેટલુ જમા કરે છે એનો ખુલાસો થઈ શકે એમ છે .જોકે ટ્રાફિક નિયમોનુ પાલન કરવુ હવે ફક્ત જેતે વિભાગની જવાબદારી નથી દરેક વાહન ચાલક પોતાની જવાબદારી સમજી નિયમોનુ પાલન કરે એમા જ આપણી અને આપણા પરિવારની સુરક્ષા છે, પરંતુ હાલ દાનહ અને દમણમાં હાલ હેલ્મેટના નામે પોલીસના ઉઘરાણા સામે વાહન ચાલકોમા ભારે રોષ વધી રહ્યો છે. સંઘપ્રદેશના પ્રશાસક આ મુદે ગંભીરતા દાખવે તે જરુરી છે.

