નવસારી: નવસારી મહાનગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ અભીયાન અંતર્ગત કામેલા રોડ કરિશ્મા ગાર્ડનની સામે નવસારી મહાનગરપાલિકા વર્કશોપ ખાતે “ સિંદુર વન”નું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જે પ્રકલ્પનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજરોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સિંદુર વનમાં મંત્રી સી.આર.પાટીલની સાથે નવસારીના ધારસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, નવસારી મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણની રક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

એક પેડ માં કે નામ અભિયાન 2.0 અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા ‘વધુ વૃક્ષો વાવો’ની ઝુંબેશ કાર્યરત છે. પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવા ઉમદા સંકલ્પ સાથે સિંદુર વન જેવા પ્રકલ્પો આયોજન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here