ધરમપુર: ગતરોજની શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર ખાતે રેઇન્બો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિન નિમિત્તે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 55 મી મહા રક્તદાન શિબિરમાં 61 યુનિટ રક્ત એકત્રિત થયું હોવાનું જણાવાયુ. હતું. આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત પ્રકૃતિ પ્રેમીઓ આયોજકોએ ફૂલ છોડ આપીને કર્યું હતું અને મનોરંજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે Decision news ને મળેલી માહિતી મુજબ શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર, પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઇ તથા બી.આર.ઇન્ટરનેશનલ સ્કૂલ ખારવેલ, આશ્કા ચેરીટેબલ ટ્રસ્ટ ધરમપુર તથા શ્રી સાઈનાથ હોસ્પિટલના ડૉ. હેમંત પટેલના સહયોગથી આયોજીત આ કૅમ્પમાં રેઈન્બો વોરિયર્સના કો-ઓર્ડીનેટર શિક્ષક શંકરભાઈ પટેલે કોરોના કાળમાં સ્થાપનાથી અત્યાર સુધીમાં યોજાયેલી 55 રક્તદાન શિબિરમાં 2402 યુનિટ રક્ત એકત્રિત થવા માટે કેમ્પ સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના હિતેનભાઇ ભુતા તથા પાર્થિવ મહેતાના સહયોગ અને ટીમને આપેલા પ્રોત્સાહનને બિરદાવી આભાર વ્યકત કર્યો હતો. ડો. હેમંત પટેલ દ્વારા આ કાર્યક્રમમાં સર્પદંશ કેવી રીતે થાય છે ? કયા કયા સાપો ઝેરી હોય છે ? સર્પદંશ બચવા કેવી સાવચેતી રાખવી વગેરે વિષે સૂચનો કર્યા હતા
શ્રી સાઈનાથ હોસ્પિટલના ડો. હેમંત પટેલ ડૉ. નિતલ પટેલ, ડૉ. પિનલ પટેલ, ડૉ. હસમુખ પટેલ, ડૉ. વિપુલ પટેલ આદિવાસી સમાજ ધરમપુરના અગ્રણી કમલેશ પટેલ, ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલ અને અન્ય રકતદાતાઓ હાજર રહ્યા હતાં.

