દમણ: આજકાલ મોબાઈલના એક ક્લિકથી તમામ ચીજ વસ્તુઓ મળી જાય છે ત્યારે હવે રૂપિયા પણ ઓનલાઇન જ મળી જાય છે કેટલીક એપ તમને ઓનલાઈન લોન પણ આપે છે. જોકે ઓનલાઈન એપથી લોન લેતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો દમણમાં બહાર આવ્યો છે. નાની દમણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેને કેસ મિત્રા નામની ઓનલાઇન એપથી લોન લીધી હતી. ₹35,000ની લોન માટે તેને એપ્લાય કર્યું હતું
જો કે તેના ખાતામાં 22 હજાર રૂપિયા જમા થયા હતા અને ત્યારબાદ આ યુવાન સાથે બ્લેકમેલિંગ શરૂ થયું હતું. પહેલા ફરિયાદીને રૂપિયા ની પઠાણી ઉઘરાણી માટે ફોન આવવા લાગ્યા અને તેટલે થી ન અટકતા તે ફરિયાદીના અંગત ફોટાઓને મોર્ફ કરી તેને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. શરૂઆતમાં તો તેણે ₹22,000ની લોનની સામે 50,000 થી વધારે રકમ ચૂકવી હતી. જોકે વારંવાર રૂપિયાનું દબાણ થતાં અંતે તેને દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. દમણ પોલીસે આ મામલે અત્યાર સુધી કુલ ચાર આરોપીઓને ધરપકડ કરી છે.
આ ઘટનામાં સૌપ્રથમ સિદ્ધેશ સાલવી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ મુંબઈ દિલ્હી રાજસ્થાન અને આંધ્રપ્રદેશ સહિત અનેક જગ્યાએ દમણ પોલીસની ટીમ પહોંચી હતી. ત્યારબાદ અન્ય બે આરોપી લવકુમાર અને વિકાસ શર્મા ની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓર્ગેનાઇઝ ક્રાઈમમાં ચોકાવનારી બાબતે છે કે મહારાષ્ટ્રનો vodafone કંપનીનો એક કર્મચારી અભિજીત ડે ની પણ ધરપકડ કરવામાં આવી છે.

