1 જાન્યુઆરી 2021થી વોટ્સએપ જૂના ઓપરેટિંગ સિસ્ટમ માટે પોતાનો સપોર્ટ બંધ કરી દેશે. મેસેજિંગ એપે ફરીથી લિસ્ટ જાહેર કર્યું છે. વોટ્સએપ 1 જાન્યુઆરી 2021 થી કેટલાક જૂના એન્ડ્રોઇડ ફોન અને આઈફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. રિપોર્ટ પ્રમાણે iOS 9 અને એન્ડ્રોઇડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમથી નીચેના સ્માર્ટફોન પર કાન કરનાર સ્માર્ટફોન પર વોટ્સએપ ચાલશે નહીં. વોટ્સએપનું સપોર્ટ પેજ યૂઝર્સને ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જેથી બધા ફીચર્સનો ઉપયોગ કરી શકો. બતાવવામાં આવ્યું છે કે વોટ્સએપના બધા ફીચર્સનો ઉપયોગ કરવા માટે iPhone યૂઝર્સે iOS 9 કે તેનાથી ઉપર અને એન્ડ્રોઇડ યૂઝર્સે 4.0.3 કે તેના ઉપરના વર્ઝનનો ઉપયોગ કરવો જરૂરી છે.
આ iPhone મોડલ પર બંધ થઈ જશે વોટ્સએપ iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6 અને iPhone 6Sને ઓપરેટિંગ સિસ્ટમ iOS 9 થી અપડેટ કરવા પડશે. જાણકારી માટે જણાવી દઈએ કે iPhone 6S, 6 Plus અને iPhone SE પ્રથમ જનરેશનના આઈફોન છે. જેને iOS 14થી અપડેટ કરવામાં આવી શકે છે.
આ Android ફોન પર નહીં ચાલે વોટ્સએપ – એવા એન્ડ્રોઇડ ફોન જે Android 4.0.3 પર કામ કરતા નથી. તે ડિવાઇસ પર વોટ્સએપ ચાલશે નહીં. જેમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 જેવા મોડલ સામેલ છે. જો તમે નથી જાણતા કે તમારો ફોન કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે તો તે જાણવાની રીત ઘણી આસાન છે. આ માટે તમારે પોતાના આઈફોન કે એન્ડ્રોઇડની સેટિંગ પર જવું પડશે.
જો તમે iPhone યૂઝર્સ છો તેના માટે સૌથી પહેલા Settingsમાં જાવ. પછી General પર ટેપ કરો. Information પર જવાથી તમને આઈફોનના સોફ્ટવેરની ડિટેલ મળી જશે. આ જ રીતે Android યૂઝર્સે સૌથી પહેલા Settings પર જવું પડશે. ત્યાં About Phoneમાં જઈને યૂઝર ફોનના ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણી શકશે. જેમની પાસે ફોન અપડેટ કરવાનું ઓપ્શન છે. તે તરત લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ કરી લે. જેમની પાસે અપડેટનું ઓપ્શન નથી તેમણે વોટ્સએપના ઉપયોગ માટે નવો ફોન લાવવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.