ધરમપુર: આજરોજ ગુજરાત વેલ્ફેર એસોસિયેશન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી તથા ડેપ્યુટી જનરલ સેક્રેટરી સાથે સુરત બેન્કર્સ ગ્રુપના તમામ સભ્યશ્રીઓ દ્વારા ધરમપુર હૂડા આંબાપાડા પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ બેન્કર્સ ગ્રુપ સુરત દ્વારા સાતીમાળ પ્રાથમિક શાળામાં 40 સ્કૂલબેગ અને હૂડા આંબાપાડા પ્રાથમિક શાળા માં 204 સ્કૂલબેગ એમ કુલ 244 સ્કૂલ બેગ આપવામાં આવી. જેમાં બંને શાળા પરિવાર વતી સમગ્ર દક્ષિણ ગુજરાત વેલ્ફેર એસોસિયેશન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના તમામ સભ્યશ્રીઓનો આભાર માન્યો હતો.
પ્રસંગે ધરમપુરની સાતીમાળ પ્રાથમિક શાળામાં અને હૂડા આંબાપાડા પ્રાથમિક શાળામાં આ દાતાશ્રીઓને લાવનાર હિમેશભાઈ ડી.ગાંવિત SBI સુરતનો SMC આંબાપાડા તથા શાળા પરિવાર વતી અને આચાર્યશ્રી અમુલભાઇ પટેલ આભાર માનવામાં આવ્યો હતો.

