તાપી: તાપી જિલ્લામાં ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમની દ્વિતીય શ્રેણીની ઉજવણી કરવામાં આવી હતી. વ્યારા અને સોનગઢ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર વૃક્ષોના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા ગત વર્ષથી ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વીસ હજારથી વધુ વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત વન મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ પણ જોડાયા હતા. વ્યારાના ધારાસભ્ય અને બારડોલી મત વિસ્તારના સાંસદ સહિત અનેક પદાધિકારીઓએ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો.કાર્યક્રમમાં શાળાના બાળકો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તમામ સહભાગીઓએ વૃક્ષારોપણ કર્યું અને વૃક્ષોના જતન માટે પ્રતિજ્ઞા લીધી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here