ગુજરાત: ચૈતર વસાવાની ધરપકડને લઈને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ અને અન્ય સમાજના સંગઠનોના આગેવાનો પોતાના સમર્થન કે વિરોધના નિવેદનો આપી રહ્યા છે પણ ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજનું સૌથી મોટું સંગઠનનું હુકમી ભરતું સમસ્ત આદિવાસી સમાજના સંગઠન પ્રમુખની ખુરશી પર બેસેલા ડો. પ્રદીપ ગરાસિયા ચુપ્પી સેવીને કેમ બેઠા છે તેને લઈને આદિવાસી સમાજના લોકોમાં અનેક તર્ક વિતર્કોનો ગણગણાટ જોવા મળી રહ્યો છે…

Decision News એ ચૈતર વસાવાની ધરપકડને લઈને રિવ્યૂ લેવા માટે વઘઇ, વાંસદા, ધરમપુર, કપરાડા આહવા જેવા તાલુકામાં આદિવાસી આગેવાનો અને યુવાનો સાથે વાત કરી તો 80 % લોકોએ પોલીસનો વિરોધ અને SAS ગુજરાત રાજ્ય પ્રમુખ પ્રદીપ ગરાસિયાની ચુપ્પી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. શું કારણ છે કે તેઓ બોલી નથી રહ્યા શું ? શું સત્તામાં બેઠેલાં નેતાઓ કે અધિકારીઓને ખોટું લાગી જશે એને બીક છે એમને..?

ધરમપુર-કપરાડાના લોકો કહે છે ચૈતર વસાવા ગુજરાતમાં નામના પ્રદ આદિવાસી સમાજ લીડર અને આદિવાસી ધારાસભ્ય છે. તેમણે આદિવાસી સમાજની લડતમાં હંમેશા આગેવાની કરી છે. આદિવાસી લોકોના કામો કર્યો છે. ત્યારે ડો પ્રદીપ ગરાસિયા ચૈતર વસાવાની ધરપકડ વિશે સમર્થનમાં તો નથી બોલી શક્યા પણ વિરોધના બે શબ્દો પણ હજુ સુધી બોલ્યા નથી.. એ શું સાબિત કરવા માંગે છે એ તો એને જ ખબર પણ એમના નેતૃત્વ પર હવે અમારો ભરોસો ઓછો થઈ રહ્યો છે. જો આપણા લીડરને એ સાથે ઊભા નથી રહી શકતા તો સામાન્ય વ્યક્તિ સાથે શું ઊભા રહેશે

વધુમાં લોકો કહે છે કે આદિવાસી સમાજના લોકોને સંગઠિત રહેવાની શિખામણ આપનાર આપણા આગેવાનો મુશ્કેલીના સમયમાં એકબીજા સાથે સાથે ઊભા રહેતા નથી.. બોલો, અમુક લોકો કહે છે પાટીદાર સમાજના પ્રમુખ નરેશ પટેલ પર ડો.પ્રદીપ ગરાસિયાએ શીખવું જોઇએ કે સમાજના પ્રશ્નો હોય કે સમસ્યા સમાજના લોકો સાથે કેવી રીતે ઊભા રહેવું જોઈએ. એક આદિવાસી લીડરની ધરપકડ પર બોલવામાં ડો પ્રદીપ ગરાસિયાને પદ પ્રતિષ્ઠા પર શું દાગ લાગી જવાનો છે કે શું એ સમજાતુ નથી.. પ્રમુખશ્રી તમારી આ ચુપ્પી સમાજ માટે ઘાતક સાબિત થશે એ નક્કી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here