વલસાડ: વલસાડ શહેર અને લીલાપોર સહિત કોસ્ટલ વિસ્તારમાં આવેલા ગામોને જોડતો ઔરંગ નદીનો પીચિંગ પાસેનો બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ગંભીરા બ્રિજ અકસ્માત બાદ લેવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. Decision News ને મળેલી માહિતી અનુસાર NH-56 પર આવેલા 5 મુખ્ય બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. રાત્રે 12 કલાકથી ભારે વાહનો માટે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.
આ નિર્ણયની અસર વલસાડ શહેરમાં અભ્યાસ અને નોકરી-ધંધા માટે આવતા લોકો પર પડશે.સ્કૂલ વાન સહિતના તમામ વાહનોએ હવે 6 કિલોમીટરનો વધારાનો માર્ગ કાપવો પડશે. વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને આ અસુવિધા બદલ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

