કપરાડા: ધોરણ 8 માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS (નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ ) પરીક્ષા શૈક્ષણિક વર્ષ -2024 -25 દરમિયાન શાળાના 28 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 100 % વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જેમાંથી 7 વિદ્યાર્થીઓએ જિલ્લાના મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવી જવલંત સફળતા પ્રાપ્ત કરી હતી .

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકામાં 10 વિધ્યાર્થીઓ  મેરીટમાં આવ્યા હતા જેમાંથી 7 વિધ્યાર્થીઓ  દહીંખેડ પ્રાથમિક શાળાના આવ્યા હતા. જેમાં સત્યમ ગણેશભાઈ દોડીયા 134 માર્ક સાથે પ્રથમ ક્રમે શાળામાં આવ્યો હતો. જ્યારે બીજા ક્રમે ભાંવર નિશાબેન 118 માર્કસ મેળવ્યા હતા. ત્રીજા ક્રમે તેજલબેન મુહૂડકર અને વાહુત વિલમભાઈ એ 115 માર્કસ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ  હતું .

છેલ્લા 7 વર્ષથી સતત શાળાના બાળકો મેરીટમાં સ્થાન મેળવી રહ્યા છે તે બદલ શાળાના  આચાર્ય શ્રી ધાકલભાઈ ભોયા દ્વારા આ તમામ બાળકોને અને વર્ગ શિક્ષક મયુરીબેન સોલંકી અને બારૈયા રમેશભાઈ તથા શાળાના  સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા હવેથી આ બાળકો ધોરણ 12 પાસ કરે ત્યાં સુધી દર મહિને 1000 રૂપિયા લેખે કુલ 48000 ની  શિષ્યવૃતિ મેળવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here