ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જમાં વન વિભાગ દ્વારા ઉકાઈ ડેમના વિસ્થાપિત આદિવાસી પરિવારો ને નોટિસ કે લેખિત વ્યક્તિગત જાણ વગર આશરે 200 થી વધુ મકાન ધરવખરી નષ્ટ કરવામાં આવ્યા હતા.

Decision News ને મળેલી માહિતી અનુસાર 400 જેટલા પરિવારોની વન જમીન પરના ઊભા પાકને નુકશાન કરી પરિવારોને હટાવવામાં આવ્યા હતા. એમના ન્યાય માટે ઉમરપાડા ખાતે “આદિવાસી અધિકાર રેલી” નીકળી હતી. જેને લઈને ખેડૂતોના ખેતરો પર ફોરેસ્ટ વિભાગ સાથે બેઠક થઈ હતી જેમાં સંવાદથી મુદ્દાના નિરાકરણ કરી ખેડૂતોને ન્યાય મળે એ અંગે ચર્ચા થઈ હતી.

આ પ્રસંગે આગેવાનો ડો.દયારામ વસાવા, ગીરધનભાઈ વસાવા, અજય વસાવા, બહાદૂરભાઈ વસાવા, આશિર વસાવા, શૈલેન્દ્ર વસાવા, મુકેશ વસાવા, રાજેશ વસાવા, અમિત વસાવા તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here