ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઈ ગામના રહિશોએ વિધાર્થીઓને સ્કૂલ જવા માટે તેમજ ગ્રામજનોને તાલુકા મથકે જવા માટે અગવડ પડતી હોય, જે બાબતે ઝઘડિયા મતવિસ્તારના સ્થાનિક ધારાસભ્ય રિતેશ વસાવાને રજુઆત કરવામાં આવી હતી.

સ્થાનિક ધારાસભ્ય રિતેશ વસાવાએ બોરજાઈ ગામના રહિશોની રજુઆતને ગંભીરતાથી લેતા મહિના જેટલા ટૂક સમયગાળામાં જ ઝઘડિયાથી બોરજાઈ રુટ માટે બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી અને જે બાબતે બોરજાઈ ગ્રામ પંચાયતના સરપંચ રસીલાબેન સુનિલભાઈ વસાવા તથા ગ્રામ જનોએ સ્થાનિક ધારાસભ્ય રિતેશ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઝઘડિયાથી બોરજાઈ રુટની બસ સેવા શરૂ થતાં વિધાર્થીઓને અભ્યાસ કરવા માટે મુશ્કેલી તો દુર થઇ જ અને ખેડૂતો તથા રોજગારી માટે જતા લોકો માટે પણ સરળતા રહેશે જેના કારણે સ્થાનિક લોકોના જીવન ધારાધોરણ ઉંચા આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here