નવસારી: ગતરોજ નવસારી જિલ્લામાં વિવિધ સંગઠનો દ્વારા પડતર માંગો અંગે હડતાળની જાહેરાત કરાઇ હતી. જેમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નવસારી જિલ્લામાં વર્કરો પણ જોડાયા હતા. આવો જોઈએ તેમની માંગો શું શું હતી..

Decision news ને મળેલી માહિતી મુજબ નવસારી તાલુકા સહિત સમગ્ર જિલ્લાની 819 જેટલા આંગણવાડી વર્કરોએ આંગણવાડીની તમામ સરકારી કામગીરી મોબાઈલ ઉપર બંધ અને બાળકોને પૂરક પોષણ આપવાની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. આંગણવાડી વર્કરોએ કલેકટરને ઉદ્દેશીને આવેદન આપ્યું હતું.

નવસારીમાં આંગણવાડી વર્કરોએ પોતાની પડતર માંગો અંગે કેન્દ્ર સરકારને જાણકારી આપતું આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં સરકારી કામગીરી નહીં આપવા, મોબાઈલ ઉપર કામગીરી વધુ પડતી, ન્યૂનતમ વેતન, બીએલઓની કામગીરીથી મુક્ત રાખવા સહિતની કામગીરી અંગે રજૂઆત કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here