ડેડીયાપાડા, નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જોકે, આજે ડેડીયાપાડામાં ભાજપના આગેવાનોના નેજા હેઠળ મહિલાઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રેલી કાઢવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. આ રેલીએ કલમ 144ના અમલ અને તેની મંજૂરી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ડેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી અને પોલીસી અધિકારીએ સંયુક્ત રીતે વીડિયો જાહેર કરી ૪ લોકો ભેગા ભેગા નહીંથઈ શકે. જો થશે તો તેમના પર કાર્યવાહી થશે, પરંતુ અહીંયા ડેડિયાપાડામાંમાં ૬૦૦ કરતા વધુ મહિલાઓએ ભાજપના આગેવાનોના નેજા હેઠળ રેલી કાઢી એ પણી પોલીસ બંદોબસ્ત સાથે..! શું ભારતમાં બે બંધારણો છે??? સત્તા પક્ષ માટે અલગ અને સામાન્ય જનતા અને વિરોધ પક્ષ માટે અલગ.??

શું છે મામલો?
ડેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈતર વસાવાની ધરપકડ 5 જુલાઈ, 2025ના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલા કથિત ઝઘડા અને થપ્પડ મારવાના આરોપમાં કરવામાં આવી હતી. આ ઘટના બાદ ચૈતર વસાવાના સમર્થકો દ્વારા રાજપીપળા ખાતેના એલસીબી કચેરી બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડેડીયાપાડા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં કલમ 144 લાગુ કરી હતી, જે હેઠળ જાહેર સભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ છે.
આમ છતાં, આજે ડેડીયાપાડા વિસ્તારમાં ભાજપના આગેવાનોના નેતૃત્વમાં મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને લઈને સ્થાનિક લોકો અને વિપક્ષી નેતાઓએ સવાલ ઉભા કર્યા છે કે જ્યારે કલમ 144 લાગુ છે, તો આ રેલીની મંજૂરી કોણે આપી?

ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે, કે શું માત્ર ભાજપ ને જ આ દેશમાં વિરોધ કરવાનો અધિકાર રહ્યો છે..?

વિપક્ષી નેતાઓ અને ગુજરાત ભરના લોકોનો આક્ષેપ છે કે ભાજપની રેલીને મંજૂરી આપવામાં આવી, જ્યારે અન્ય પક્ષો કે સામાન્ય નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શનનો પ્રયાસ કરવામાં આવે ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરે છે. એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે, “જો કલમ 144 લાગુ છે, તો ભાજપની રેલી કેવી રીતે થઈ? શું આ દેશમાં માત્ર ભાજપને જ વિરોધ કરવાનો અધિકાર છે? જ્યારે સામાન્ય લોકો અથવા વિપક્ષ વિરોધ કરે, ત્યારે પોલીસ કેમ અંગ્રેજની જેમ વર્તે છે?”

આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ પણ આ મામલે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓને રાજકીય લાભ મળે તે માટે સરકારી તંત્ર દ્વારા પક્ષપાતી વલણ અપનાવવામાં આવે છે.

ડેડીયાપાડા તાલુકામાં ૧૪૪ લાગુ હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે રેલી કાઢવામાં આવી ત્યારે રેલીમાં જોડાયેલ અધિકારીઓ, પ્રાંત અધિકારી અને PSI સહિત અધિકારીઓ પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.. આ ભારતના બંધારણ થી વિરોધ અંગ્રેજ અધિકારીઓ બની બેઠા છે.. જેઓએ વિરોધ પક્ષ અને સામાન્ય જનતાને ગુલામ સમજે છે.. હવે જનતાએ જાગવાની જરૂરી છે અને કોર્ટમાં જઈને પણ કાયદાકીય કાર્યવાહી કરવી જનતાના ટેક્ષના પૈસે નોકરી કરતા નોકરોને કાર્યવાહી કરાવી ભાન કરાવવું પડશે…

ગુજરાતનું વહીવટી તંત્ર હવે નિષ્પક્ષ પ્રસાશન ભૂતકાળ બની ગયું છે, આ અધિકારીઓમાં પાર્ટી પ્રત્યેનો પ્રેમ અને જનતા વિરોધી ભૂત ભેળવાયો છે, જેને કાઢવા માટે હવે જનતાએ ભુવા, ભગત કે બળવા બનવું પડશે..!


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here