ડાંગ: ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ફાટક પાસે એસટી બસે બાઇક ચાલકને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગુજરાત એસટી નિગમની શિરડી-નાશીક બરોડા એસટી બસ (નં. જીજે-18-ઝેડટી-0893) મંગળવારના રોજ સાપુતારા-શામગહાન થઈ બરોડા તરફ જઈ રહી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ત્રણ રસ્તા ફાટક પાસે એસટી બસ ચાલકે ભાપખલ ગામનાં બાઇક ચાલકને અડફેટમાં લેતા ઘટનાસ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બાઇક એસટી બસનાં આગલા વ્હિલમાં ભરાઈ ગઈ હતી.આ સાથે એસટી બસ વૃક્ષ નજીક જઈ થંભી ગઈ હતી. જ્યારે બાઇક ચાલક ફંગોળાઈને કાદવમાં પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી.

હાલમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે પ્રથમ શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here