વાપી: વાપી કચીગામ રોડ પર કેબલનો વાયર માર્ગ પર લટકતો હોય એક મોપેડ ચાલક તેમાં ફસાતા નીચે પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે ઇજા થતા પોલીસ કર્મીઓ મદદ માટે દોડી ગયા હતા.

વાપી કચીગામ ચેકપોસ્ટથી દમણ તરફ જતા માર્ગ પર કેબલનો વાયર લટકવાના કારણે મોપેડ ચાલકને ગતરોજ અકસ્માત નડયો હતો. Decision News ને મળેલી માહિતી મુજબ મોપેડ લઇને દમણ તરફ જતી વખતે ગળાના ભાગે વાયર ફસાતા ચાલક માર્ગ પર પટકાઈ ગયો હતો.

અકસ્માત જોઈ ચેકપોસ્ટ પર હાજર હોમગાર્ડ વિપુલ માહ્યાવંશી સહિતના કર્મીઓ તેની મદદે દોડી ગયા હતા. ચાલકના માથા માંથી લોહી નીકળવા લાગતા રૂમાલ બાંધીને તેને હોસ્પિટલ મોકલાવાયો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here