ઉમરગામ: ઉમરગામ તાલુકાના દરિયા કિનારે મોટા પ્રમાણમાં ઓઈલ વેસ્ટ તણાઈને આવ્યું છે. આ ઓઈલ વેસ્ટ દરિયાકિનારે રેતી સાથે ભળીને ટાર બોલ્સ બને છે. વૈજ્ઞાનિકોના મતે આ કચરો મુંબઈ હાઈ ONGCથી આવતો હોવાનું અનુમાન છે.

દર વર્ષે જૂન-જુલાઈ દરમિયાન પવનની દિશા બદલાતા અરબી સમુદ્રમાંથી આ કચરો દહાણુથી વલસાડ જિલ્લાના તિથલ સુધીના વિસ્તારમાં આવે છે. આ વર્ષે ઓઈલનું પ્રમાણ અગાઉના વર્ષો કરતાં વધારે છે.નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટી ભંડારીએ જણાવ્યું કે પંચાયતની સફાઈ ટીમ અને સ્વયંસેવકોની મદદથી કેટલાક વિસ્તારોમાં સફાઈ કાર્ય શરૂ કર્યું છે. ઓઈલ વેસ્ટને થેલીઓમાં ભરીને યોગ્ય નિકાલ માટે GPCBને મોકલવામાં આવશે.

આ પ્રદૂષણ માનવ જીવન અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમી છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. GPCBએ મુલાકાત લીધી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ઉમરગામ અને સરીગામ વિસ્તારના ઉદ્યોગો પાસે CSR અંતર્ગત સફાઈ કરાવવાની માંગ GPCB સમક્ષ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here