સેલવાસ: એક દિવસ પહેલા સંઘપ્રદેશ દાદરા નગરહવેલીના સુંરગી પ્રાથમિક શાળામાં ભગત સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ખાસ કરીને સંતસંગ કરતા ભગતોની ભજન મંડળીઓને વાંજિત્રો ભેટ આપવામાં આવ્યા હતા.

Decision News ને મળેલી માહિતી આ કાર્યક્રમમાં આદિવાસી ખેડૂતોને આબા કલમના વિતરણ તેમજ ગરીબ આદિવાસી દિકરીઓનાં મફત શિક્ષણની જાણકારી આપવામાં આવી હતી. તેમજ નિરાધાર દિકરીઓને ગુરુકુળમાં મફત ભણવાની રહેવાની, કપડા સમિત જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સંસ્થા દ્વારા આપવામાં આવે જો કોઈ જંગલ વિસ્તારમાં નિરાધાર – ગરીબ દિકરી હોય નો તેમને ગુરુકુળમાં શિલલ્સ સાથે રહેવાની સુવિધા પણ મળી રહેશેનું જણાવ્યુ હતુ

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સંતો- ભગતોનું શાલ ઓઢાળી તેમજ 100 જેટલા ભગત ભજન મંડળીઓને વાંજિત્ર ઢોલ, કરતાલ, મંજીરા, પુષરા વિગેરે ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રિલોકનાથ યાદવ, ઈન્દ્રભાઈ પાંડે, આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ યુવા પ્રમુખ, સેલવાસ, તથા જગનભાઈ પવાર વનવાસી કડવાણ આશ્રમ પ્રાંત સંગઠન મંત્રી ખીમજીભાઈ સાંખલા, હિતેશભાઈ ભાનુશાલી, શીરીપભાઈ હિરપરા, રશૈલેષભાઈ સોની વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધીકર કરતા રામકૃષ્ણ દાસજીએ સુરંગી પ્રાથમિક શાળાના આચાર્ય સુરેન્દ્રભાઈ દેસાઈ અને સ્ટાકનો વિશેષ આભાર માન્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here