ઝઘડિયા: ઝઘડિયા કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ (ક્લાર્ક) સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવીણ કટારા કચેરીમાં જ મહેફિલ માણતા હતા. રવિવારની રજા દિવસે તેમની ફરજ પર નહીં હોવા છતાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડરે દારૂ પીવા માટે કચેરીનો ઉપયોગ.
Decision News ને મળેલી જાણકારી મુજબ ઝઘડિયાના એડવોકેટે વીજ પ્રવાહ ખોટોકાયો હોય 30 થી વધુ હેલ્પ લાઈન નંબર પર કોલ કર્યા હતા પરંતુ કોઈએ રિસીવ ન કર્યો. હેલ્પલાઇન નંબરનો કોલ રિસીવ નહીં થતા એડવોકેટ જાતે ઝઘડિયાની વીજ કચેરી પર પહોંચ્યા હતા. વીજ કચેરીમાં લાઈનનો સ્ટાફ ફિલ્ડમાં હોય ત્યાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા.
રંગે હાથે દારૂની મહેફિલ માણતા હોવા બાદ પણ વિજ કંપનીના કર્મચારીઓનુ એડવોકેટ ગ્રાહક સાથે તુમાખી ભર્યું વર્તન કર્યું હતું. એડવોકેટેડ તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

