વલસાડ:વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વાપીમાં 5 mm અને વલસાડમાં 4 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 2.67 mm વરસાદ પડયો છે.મધુબન ડેમના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકમાં 65.40 mm વરસાદ નોંધાયો છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર ડેમના ઉપરવાસના 6 ગામોમાં સરેરાશ 10.90 mm વરસાદ પડયો છે. ડેમમાં પાણીની આવક 23,370 ક્યુસેટ થતાં ડેમનું લેવલ 70.20 મીટરે પહોંચ્યું છે. આ કારણે ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. દમણગંગા નદીમાં 19,400 ક્યુસેટ પાણી છોડવામાં આવી રહ્યું છે.નીચાણવાળા વિસ્તારોમાં 6 લોલાઈનના રસ્તા પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. 1લી જૂનથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 1093.67 mm વરસાદ નોંધાયો છે.

કપરાડા તાલુકામાં સૌથી વધુ 1447 mm, ધરમપુરમાં 1123 mm, વાપીમાં 1132 mm, ઉમરગામમાં 1016 mm, પારડીમાં 998 mm અને વલસાડમાં 846 mm વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે વલસાડ જિલ્લા, દાદરા નગર હવેલી અને દમણ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. દમણગંગા નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here