ડેડીયાપાડા: આજરોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં પ્રોત કચેરી ડેડીયાપાડા, ખાતે ડેડીયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના વિકાસ અધિકારી સાથે સંકલન બેઠક હતી. જે બેઠક પોણા બારેક વાગ્યાના અરસામાં પુર્ણ થયેલ હતી. જે પછી બપોરના બાર વાગ્યે પ્રાંત અધિકારીશ્રી ડેડીયાપાડાની ચેમ્બરમાં આપણી તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (એ.ટી.વી.ટી) યોજના અંતર્ગત વર્ષ-2025-26 A.T.V.T યોજના જોગવાઇ હેઠળ મળનાર રકમને આગોતરૂ આયોજન કરવા માટે કાર્યવાહક આયોજન સમિતીની મીટીંગ હતી.જે મીટીંગ પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં હોય એમના પત્ર ક્રમાંક/પ્રાંત/ATVT/આયોજન-2025-26/વશી/185 થી 201/2025 થી મને જાણ કરેલ હોય જેથી હું સદર મીટીંગમાં જાતે જરૂરી વિગતો સાથે હાજર રહેલા હતા.

જેમાં મિટીંગમાં પ્રાંત અધિકારીશ્રી, તથા મામલતદારશ્રી ડેડીયાપાડા, સાગબારા તાલુકા વિકાસ અધિકારીશ્રી ડેડીયાપાડા-સાગબારા, સંજય આર વસાવા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ડેડીયાપાડા, તથા ચંપાબેન સુભાષભાઇ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સાગબારા, તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એ.ટી.વી.ટી.(A.T.V.T) ડેડીયાપાડા, તથા અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત ડેડીયાપાડા-સાગબારા હાજર હતા.તે દરમ્યાન અક્ષય માંગીલાલ જૈન હાજર હોય જે બાબતે અમોએ પુછતા આ કમીટીમાં બીનસરકારી સભ્ય તરીકે ડેડીયાપાડા તાલુકામાં (૧) અક્ષય માંગીલાલ જૈન (૨) હંસાબેન મથુરભાઇ વસાવા (૩) દિવાનજીભાઇ ચામડીયાભાઇ વસાવા તથા સાગબારા તાલુકાની કમીટીમાં (૧) માનસિંગભાઇ મગનભાઇ વસાવા (૨) સુભાષભાઇ ફુલસિંગભાઇ વસાવા (૩) વર્ષાબેન કૃષ્ણભાઇ વસાવાને એમ કુલ મળી છ સભ્યનો સમાવેશ કરેલ છે. તેવુ જણાવવામાં આવેલ હતુ. ત્યારે અક્ષયભાઇ માંગીલાલ જૈન જેઓ વેપાર અર્થે અહીં આવેલ હોય પોતે કોઇ ચુંટાયેલ સંસ્થામાં પણ ન હોય અને અહિંયાના લોકો સાથે કોઇ લેવા દેવા પણ ન હોવા છતા એને આ કમીટીમા સમાવેશ કરી એમના તેમજ તમામ સભ્યોના કામો આયોજનમાં લેવાનુ આગોતરૂ આયોજન હતુ. જેનુ અમો પોતે વિરોધ કરેલ અને માત્ર ચુંટાયેલા સભ્યો જ કમીટીના સભ્યો રહે અને કામોના આયોજન આપશે તેવી વાત કરેલ હતી. અને હાલ ચોમાસુ હોય જેથી બે અઠવાડીયા સુધી આયોજન સ્થગીત રાખવા જણાવેલ હતુ. અમો અહિંના ચુંટાયેલા ધારાસભ્ય હોય અમોને વિશ્વાસમા લીધા વગર છ સભ્યોનુ સમાવેશ કરવામાં આવેલ જે રદ કરવામાં આવે ફરી કમીટી બેસી સર્વાનુમતે સભ્યો નક્કી કરવા આવે તેવુ સુચવેલ હતુ.

ત્યારે અચાનક સંજય આર વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ, ડેડીયાપાડાનાઓએ આ અમારા સભ્યો છે અમે નક્કી કરેલા છે અને આ કમીટીમા એમનો સમાવેશ કરી આયોજન પણ લેવુ જ પડશે અમારી સરકાર છે મીટીંગ તો થશે જ આયોજન પણ થશે તમારે જે કરવુ હોય તે કરી લો એવુ ઉગ્રતાથી જણાવતા બોલાચાલી થયેલ હતી. જે દરમ્યાન અચાનક સંજયભાઇ આર વસાવાએ મારી કેટ પકડી લીધેલ હોય કૃર્તાના બટન તોડી નાખેલ હતા. અને અમારી સરકાર છે જોઇ લેવાની ધમકી આપતા હતા. જેથી સંજય આર. વસાવા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ડેડીયાપાડાનાઓ વિરૂધ્ધમાં કાયેદસર તપાસ થવા મારી ફરીયાદ છે. માશ સાહેદો મારી ફરીયાદમા જણાવેલ તથા તપાસમાં નિકળે તે વિગેરે છે. આ સાથે આયોજનમાં હાજર રહેવા સારૂ પ્રાંત અધિકારીશ્રીની કચેરી ડેડીયાપાડા ખાતેથી મળેલ પત્ર તથા નર્મદા જીલ્લા આયોજન કચેરી, ખાતેથી બીન સરકારી સભ્યોની નિમણુંક થયેલ હોય જે બાબતનો પત્ર રજુ કરૂ છું. એટલી મારી ફરીયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે.