વલસાડ: વલસાડ જિલ્લામાં ભારે વરસાદની એન્ટ્રી કરી છે. વહેલી સવારથી વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના ભાગડાવાડા અને નાનકવડા વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.

બે ગામોની હદમાં આવેલી શાંતિવન સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ધીમો પડયો છે. લોકોને ઘરેથી બહાર નીકળવામાં પણ તકલીફ પડી રહી છે.

વલસાડ જિલ્લા માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી જાળવી રાખી છે. તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને NDRF ટીમો કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા તૈયાર છે.