ખેરગામ: આજરોજ ખેરગામ મામલતદારે વાંસદા પ્રાંત અધિકારીને પત્ર લખી આછવણી હટી ફળીયાની ગેરકાયદેસર દુકાનો અને ઇંટના ભઠ્ઠાના જમીન માલિક રાહુલ ચૌધરી અને અન્ય જમીન ખાતાધારકો વિરુદ્ધ 73AA ની શરતભંગ બદલ નિયમોનુસાર કાયદાકીય કાર્યવાહી કરવાની ભલામણ કરીછે.

ખેરગામની આછવણી ગ્રામપંચાયત રસ્તા બાબતના ભ્રસ્ટાચારથી લઈને ગેરકાયદેસર ઉદ્યોગધંધાઓને લઈને સતત વિવાદમાં જ રહેતી આવેલ છે.થોડા સમય પહેલા કાર્તિક પટેલ નામના અરજદારે ખેરગામ મામલતદાર કચેરીને આ બાબતનું ધ્યાન દોરતી ફરિયાદ કરેલ અને આ બાંધકામ સાથે ઇંટના ભઠ્ઠાઓની કાયદેસરતા ચકાસણી કરીને અહેવાલની પ્રત પોતાને આપવા જણાવેલ અને આ ફરિયાદ જાણ સારુ વાંસદા પ્રાંત અધિકારી અને નવસારી કલેકટરને મોકલેલ.જેના પર મામલતદાર ખેરગામ દ્વારા સર્કલ ઓફિસર વિરલ પટેલ મારફતે ફરિયાદની સત્યતા ચકાસણી કરાવેલ.જેમાં તપાસ અહેવાલ અનુસાર આછવણી હટી ફળીયા ખાતે પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલની સામે આવેલ દુકાનો અને ઇંટના ભઠ્ઠાની જમીનના માલિકો રાહુલ ચૌધરી,મેહુલ ચૌધરી અને સવિતાબેન ચૌધરી દ્વારા ખાતા નંબર 272 બ્લોક નંબર 551,જૂનો બ્લોક નંબર 990 77AA સત્તા પ્રકારની જમીનમાં બિનખેતીની પરવાનગી લીધા વગર બાંધવામાં આવેલ દુકાનો તેમજ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર ઇંટના ભઠ્ઠાઓ ચલાવી 73AA સત્તા પ્રકારની જમીનનો શરતભંગ કરેલ હોવાથી શરતભંગની નિયમોનુસાર કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી વાંસદાનાઓને મામલતદાર ખેરગામ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે.

વર્ષોથી ગેરકાયદેસર રીતે દુકાનો અને ઈંટના ચલાવતા આવેલ રાહુલ ચૌધરી અને તેના પરિવારજનોમાં સોંપો પડી ગયેલ હોવાનું લોકજીભે વ્યાપક ચર્ચાઓમાં જાણવા મળી રહેલ છે.73 AA ની શરતભંગ બદલ પ્રાંત અધિકારી વાંસદા નિયમોનુસાર શુ કાર્યવાહી કરે છે તે આછવણી, પાણીખડક અને આસપાસના ગામોના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here