નવસારી:નવસારીના જલાલપોર તાલુકાના મછાડ ગામમાં વહેલી સવારે એક દીપડો વન વિભાગના પાંજરામાં પકડાયો છે. સ્કૂલ ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આવન-જાવન અંગે ગ્રામજનોએ ફરિયાદ નોંધાવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ગ્રામજનોની ફરિયાદને ધ્યાને લઈને નવસારી સામાજિક વનીકરણ વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. વન વિભાગે સ્કૂલ ફળિયાના સીમ વિસ્તારમાં આવેલા ચિરાગભાઈના મરઘા ફાર્મ નજીક પાંજરું ગોઠવ્યું હતું.

શિકારની શોધમાં નીકળેલો દીપડો વહેલી સવારે પાંજરામાં પકડાયો હતો. દીપડાને પકડાયા બાદ તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાનો કબજો લીધો હતો. પશુ ચિકિત્સકની તપાસ બાદ દિપડાને જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here