વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 18 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 8.17 મિમી વરસાદ પડયો છે.વરસાદને કારણે જિલ્લાના 6 નીચાણવાળા વિસ્તારોમાં લો-લેવલ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
વહીવટી તંત્રએ આ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કર્યા છે. વલસાડ તાલુકામાં 2, કપરાડામાં 2, ધરમપુરમાં 1 અને પારડીમાં 1 રસ્તો બંધ કરાયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ જિલ્લામાં સરેરાશ કુલ 897.17 મિમી વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે વલસાડ જિલ્લા, દાદરા નગર હવેલી અને દમણ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. વહીવટી તંત્રએ લોકોને લો-લેવલ બ્રિજ પરથી પસાર ન થવા સૂચના આપી છે.

