વલસાડ: આદિવાસી સમાજના યુવાનો વિવિધ ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવી રહ્યા છે ત્યારે ગત તારીખ 29 જૂન,2025 ના રોજ મિહીરસેન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મીરા રોડ, મુંબઇ ખાતે પ્રોફેશનલ એમએમએ લીગ (PML) ની રાષ્ટ્રીય સ્તરની માર્શલ આર્ટસ પ્રતિસ્પર્ધા યોજાઈ હતી. જેમાં વલસાડના આકાશ રાઠોડે બોક્સિંગ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આદિવાસી સમાજ ગૌરવ વધાર્યું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર જેમાં વલસાડ આદિવાસી સમાજનાના યુવા ફાઇટર આકાશ રાઠોડે લાઇટ વેઇટ કેટેગરીમાં ભાગ લીધો હતો અને પ્રભાવશાળી પ્રદર્શન દર્શાવી સબમિશન દ્વારા વિજય પ્રાપ્ત કર્યો હતો. આકાશ હાલમાં મૂળ વલસાડના અને મેંગ્લોર સ્થિત ડ્રેગન કોમ્બેટ સ્પોર્ટસ એકેડમીના હેડ કોચ કરન દેસાઇનાં માર્ગદર્શન હેઠળ તાલીમ લઇ રહ્યાં છે.
આ સિદ્ધિ દ્વારા આકાશે આદિવાસી સમાજ અને વલસાડ શહેર તથા સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આવનારા દિવસોમાં તે બોક્સિંગમાં આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરી ખૂબ સફળતા મેળવે એવા લોકો અભિનંદન પાઠવી રહ્યાં છે..

