વલસાડ: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વલસાડના દર્દીઓની સારવારમાં રાતદિવસ વ્યસ્ત રહેતા તબિબોએ ભારતના જગવિખ્યાત ડો.બિધાનચંદ્ર રોયની યાદમાં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય તબિબ દિવસની પારનેરા પારડી ખાતે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ની ઉજવણી સાંજ હળવાશની પળોમા કરી હતી.

ભારતના જગવિખ્યાત ડો.બિધાનચંદ્ર રોયની યાદમાં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય તબિબ દિવસની સાંજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન,વલસાડના ખ્યાતનામ તબિબો માટે પારનેરા પારડી ખાતે હિલ ફર્સ્ટ હોસ્પિટલના હોલમાં ભારે ઉત્સાહભેર અને આનંદદાયક રહી.વલસાડ જિલ્લાના સિનિયર તબિબો ડો.મુસ્તાક કુરેશી, ડો.અશોક નથવાણી, ડો.કાર્તિક ભદ્રા, ડો.ગૌતમ પરીખ, ડો.ભૂષણ શુક્લા દ્વારા તબીબોની સામાજિક અને કાયદાકીય સમસ્યાઓ પર પ્રકાશ પાડતા લેક્ચરો રજૂ કર્યા હતાં જેમાં સિનિયર તબિબોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં અને

નવયુવાન તબિબોએ પોતાના વિશાલ વડલાઓના અનુભવનો નીચોડ લીધો હતો.પ્રમુખ ડો.નિશિથ પટેલ,ઉપપ્રમુખ ડો.અજિત ટંડેલ અને મહામંત્રી ડો.વિરાગ દમણીયાએ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થનાર તમામનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમમા વલસાડના 100 થી વધારે તબિબો ઉપસ્થિત રહ્યા હતાં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here