પારડી:પારડી શહેરની સોના દર્શન સોસાયટીમાં રહેતા કૌશીકભાઇની બ્લેક કલરની સ્પ્લેન્ડર બાઈક GJ-15-EF-4848 ચોરાવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.27 જૂન, 2025ની રાત્રે બનેલી ઘટનામાં સાંજે આશરે 7 વાગ્યે કૈશિક ભાઇએ બાઈક સોસાયટીના ડી-1 પાર્કિંગમાં સ્ટિયરિંગ લોક કરીને પાર્ક કરી હતી.
બીજી દિવસે સવારે 7:30 કલાકે બાઈક પાર્કિંગમાંથી ગાયબ જણાઇ હતી. તેમણે તુરંત આસપાસ તથા સોસાયટીના લોકોને પૂછપરછ કરી પણ બાઈક અંગે કોઈ માહિતી મળી ન હતી.જેથી સોસાયટીના CCTV કેમેરા ચકાસતાં રાત્રે આશરે 12:30 વાગ્યાની આસપાસ અજાણ્યા ઇસમને બાઈક ડુપ્લિકેટ ચાવી કે સ્ટિયરિંગ લોક તોડી ચોરતા દેખાયો હતો.
Decision Newsને મળેલ માહિતી મુજબ CCTV કેમેરા ચકાસ્યા બાદ પારડી ટાઉન, રેલ્વે સ્ટેશન, વાપી અને વલસાડ વિસ્તારમાં તપાસ કરી પરંતુ બાઈકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.જેથી રૂ. 45,000 કિંમતની બાઈક ચોરી થવાયાની ફરિયાદ પારડી પોલીસમાં નોંધાવી છે.

