વલસાડ: ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને લઈ નુકશાન થયેલા રસ્તા તથા ચેકડેમ,કોઝવેના એપ્રોચનું સમારકામ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ધરમપુરે હાથ ધરી વાહનવ્યવહાર શરૂ કરાવી રહ્યા છે. વરસાદમાં ખરાબ રસ્તાને લઈ વાહનવ્યવહાર પર થયેલી અસરને પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમજ અન્ય વિકલ્પરૂપી રસ્તા પરથી અવરજવર કરવાને લઈ લાંબો ચકરાવો લેવાની નોબત આવી રહી છે. જેને ધ્યાને લઇ બંને તાલુકામાં વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ધરમપુરે ટીમ બનાવી સ્થળ નિરીક્ષણ કરી રસ્તો વાહનવ્યવહાર માટે શરૂ કરવા કામગીરી હાથ ધરી છે.
મોટાભાગના રસ્તાઓ અવરજવર માટે શરૂ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી કચેરીમાંથી મળી છે. Decision Newsને મળેલ માહિતી મુજબ વરસાદના કારણે નુકસાન થયેલા રસ્તા તથા ચેકડેમ/કોઝવેના એપ્રોચમાં મશીનરી લગાવી પુરાણની કામગીરી કરવામાં આવી રહી છે.

