વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની GIDC વિસ્તારમાં આવેલી જી બી પેક પ્રાઇવેટ લિમિટેડ નામની પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી કંપનીમાં સોમવારે સાંજના સમયે ગંભીર દુર્ઘટના ઘટી હતી. અચાનક કંપનીનો સેડ ધરાશાયી થયો હતો. જેથી ચાર કર્મચારી નીચે દબાઈ ગયા હતા.

Decision Newsને મળેલ માહિતી મુજબ ઘટનાને પગલે એક કર્મચારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ત્રણ અન્યને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે કંપનીનો સેડ નબળી હાલતમાં હતો અને અંતે ધરાશાયી થયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.ત્રણ ઘાયલ કર્મચારીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ ઘટના અંગે વધુ તપાસ ચલાવી રહી છે અને કંપનીની સંરચનાત્મક સ્થિતિ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.