ધરમપુર: ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પિયુષભાઈ માહલાના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડીના બાળકો પોતાના માતા પિતા સાથે તેમ જ બાલવાટિકા ધોરણ 1 થી 5 અને 6 થી 8 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રવેશ અપાવ્યો હતો.
ધોરણ 1 થી 8 માં સૌથી વધુ ટકા સાથે પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓમાં તમામ વિદ્યાર્થીનીઓ જ જોવા મળી હતી,જેથી ખરેખર કન્યા કેળવણી નો ઉત્સવ સાકાર થતો દેખાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતિ અનિતાબેન ઉપસરપંચ શ્રીમતી ભાવનાબેન પઢેર એસએમસી અધ્યક્ષ વિજયભાઈ પાડવી તથા સભ્યો શ્રી રાયસીંગભાઇ ગાંવિત જેમણે વધારાની જમીન ફાળવી શાળાના મકાન માટે સહકાર આપ્યો હતો.તેમનું સન્માન શાળા દ્વારા કરાયું.
આ ઉપરાંત કરંજવેરી ગામની શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ, બાળકોના વાલીઓ અને આંગણવાડી બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પ્રસંગમાં હાજર સૌનો આભાર માનવામાં આવ્યો હતો.

