જંબુસર: જંબુસર ખાતે 181 અભયમ હેલ્પલાઇનને એક 14 વર્ષીય કિશોરી અંગે કોલ મળ્યો હતો. કિશોરી ડરેલી અને મૌન અવસ્થામાં મળી આવી હતી. અભયમ ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી.કિશોરીના કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે તે સુરતની રહેવાસી છે. માતા સાથે કામ અંગે થયેલા ઝઘડાને કારણે તેણે ઘર છોડયું હતું. તે કેવી રીતે જંબુસર પહોંચી તે પણ તેને ખબર નહોતી.

Decision Newsને મળેલ માહિતી મુજબ એક રિક્ષાચાલકે તેને લઈ ગયો હતો. પરંતુ તેના ઈરાદા શંકાસ્પદ લાગતા કિશોરી રસ્તામાં ઉતરી ગઈ હતી. ત્યારબાદ તેણે એક ચાની દુકાન પર આશરો લીધો હતો.કિશોરીએ જણાવ્યું કે તેની માતા તેના પર કામ કરવાનું દબાણ કરતી હતી. તેને ટીવી જોવાની મનાઈ હતી અને નવા કપડાં પણ આપવામાં આવતા નહોતા. ઝઘડા વખતે તેને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી મળતી હતી.

અભયમ ટીમે કિશોરી પાસેથી તેના પિતાનો સંપર્ક નંબર મેળવ્યો. પિતાનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ દીકરીની શોધમાં હતા. તેમને ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા.માતા-પિતા પોલીસ સ્ટેશને આવ્યા અને તેમની દીકરીને સલામત સ્થિતિમાં સ્વીકારી. તેમણે 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here