નવીન: મોટાભાગના લોકો બદલાવની રાહ જુએ છે, પરંતુ માલતી મુર્મુએ પોતે જ બદલાવ બનવાનું પસંદ કર્યું. 2019માં લગ્ન પછી માલતી મુર્મુ પસ્થિમ બંગાળના એક નાના ગામ જીલિંગસેરેંગમાં રહેવા લાગ્યા. અહીં ન પાકા રસ્તા હતા, ન બસો, અને શાળામાં પણ શિક્ષકો આવતા નહોતા. બાળકો શાળાએ જતા નહોતા – કારણ કે તેમને લાકડાં વીણવાં પડતાં હતાં, ઘરનું કામ કરવું પડતું હતું, અને માઈલો સુધી ચાલીને જવું પડતું હતું.

માલતી મુર્મુ કહે છે– “મેં જોયું કે બાળકો ગરીબી અને સમજણના અભાવે ભણવાનું છોડી રહ્યા છે, તો મેં મારા ઘરેથી ભણાવવાનું શરૂ કર્યું.” માટીની દીવાલો અને પતરાના છાપરાવાળા પોતાના ઘરને તેમણે એક નાની શાળા બનાવી દીધી, જ્યાં કોઈ પણ બાળક ભણી શકે છે – બિલકુલ મફત. આજે રોજ સવારે લગભગ 45 બાળકો તેમના આંગણે પુસ્તકો લઇને પહોંચે છે.

માલતી દીદીમણિ તેમને પ્રેમ અને અનુશાસન સાથે ભણાવે છે. તેમના પતિ અને ગામના લોકોની મદદથી માલતીએ માત્ર એક ક્લાસરૂમ જ નહીં, બાળકો માટે એક નવી રાહ બનાવી દીધી છે. માલતી મુર્મુ આપણને શીખવે છે – જો જુસ્સો હોય તો કોઈ પણ બદલાવ લાવી શકે છે.

 BY બેટર ઇન્ડિયા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here