ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના છેવાડે આવેલ પ્રાથમિક શાળા, ખોબા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લાના આદરણીય DDO શ્રી અતિરાગ ચપલોતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ બાદ શ્રી અતિરાગ ચપલોતજીએ લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ખોબા આશ્રમની મુલાકાત લીધી. સંસ્થાના સંસ્થાપક શ્રી નિલમભાઈએ આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ અને છાત્રાલયની ગતિવિધિઓની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા થઈ, અને DDO શ્રીએ આ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવાની બાંહેધરી આપી.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી , શિક્ષકગણ, સરપંચશ્રી, તલાટી શ્રી, આરોગ્ય કર્મચારી, ગામના આગેવાનો, ગ્રામજનો, વાલી મિત્રો અને સંસ્થાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આવા પ્રયાસો શિક્ષણ અને સામાજિક વિકાસને નવો વેગ આપશે. આયોજનમાં સહભાગી તમામનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here