નવસારી: નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે સવારથી નવસારી શહેર અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
Decision news ને મળેલી માહિતી મુજબ ગઈકાલે વાંસદા અને ખેરગામ તાલુકામાં ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો દોર જારી રહેશે.
સતત વરસાદને કારણે નવસારી શહેરના જનજીવન પર અસર થઈ છે. હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ જ નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની આ સ્થિતિ આગામી કલાકોમાં પણ જળવાઈ રહે તેવી શક્યતા છે.

