ભરૂચ: ભરૂચ શહેરના સુપર માર્કેટ સામેના ઘી કોળિયા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે 24 કલાકમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ફરિયાદીના પાડોશમાં રહેતા યુવકની ધરપકડ કરી છે.20 જૂન 2025ની રાત્રે અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 3,92,770ની ચોરી કરી હતી.
આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.PI આર.એમ.વસાવા અને PSI એ.વી. શિયાળીયાની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી.Decision news ને મળતી માહિતી મુજબ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે પોલીસે 24 વર્ષીય કુણાલ કામદેવ વસાવાની ધરપકડ કરી.આરોપીએ પોલીસ પૂછપરછમાં ચોરીની કબૂલાત કરી હતી.
પોલીસે તેની પાસેથી 29.970 ગ્રામની સોનાની ચેઇન (રૂ. 2,58,130), 10.770 ગ્રામનું પેન્ડલ સાથેની ચેઇન (રૂ. 92,160), ત્રણ સોનાની વીંટી (1.870 ગ્રામ, રૂ. 11,580), બે પેન્ડલ (1.850 ગ્રામ, રૂ. 11,900) અને રોકડ રૂ. 19,000 કબજે કર્યા છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ રીતે કુલ રૂ. 3,92,770નો મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.

